________________ 433 કમ - કોલુક-૪ લગ્ન તે માતા-પિતા કરે અથવા પછી ગાંધર્વ લગ્ન હોય. આ બંને વિધિઓમાંથી કઈ પણ એક વિધિ દ્વારા રત્નમંજરીનાં લગ્ન પતંગસિંહ સાથે થયાં ન હતાં. છતાં પણ રત્નમંજરી હવે સંપૂર્ણ રીતે પત્ની રૂપમાં પિતાની જાતને સમર્પિત કરી ચૂકી હતી. પણ પતંગસિંહે તેને વસંતપુરના રાજા નરસિંહની અમાનતના રૂપમાં જ રાખી હતી. શરૂઆતમાં રતનમંજરી ઘણાવશ અને પછી કોધાવશ બોલતી ન હતી. હવે એ માનવશ અને શરમને કારણે પતંગસિંહ સાથે બોલતી ન હતી. માનો હવે તેને બોલ્યા વિના રહેવાની આદત પડી ગઈ હતી. તેનું માન ભંગ કરવાને કારણે પતંગસિંહ પણ તેની સાથે બોલતો ન હતો. છતાં પણ પતંગસિંહની બીજી પત્નીઓ રનમંજરીને પૂરું માન આપતી હતી. કારણ કે રત્નમંજરીને પતંગસિંહ પિતાની વિવાહિત પત્ની માનતો ન હતો, અને તેને કોઈ દુઃખ ન થાય, તે માટે એ પિતાની બીજી પત્નીઓ સાથે પણ શય્યાસુખ લેતું ન હતું. આ પ્રમાણે એ બ્રહ્મચર્યવ્રતનું પાલન કરતા હતા. વસ્તુત: પતંગસિંહ . ચરિત્રવીર હતે. - આ પ્રમાણે છે પત્નીઓ સાથે રહેતાં પતંગસિંહને પોતનપુરમાં એકવીસ વર્ષ પસાર થઈ ગયાં હતાં. સાત વર્ષ એ વસંતપુરમાં રહ્યો હતે. અર્થાત્ કંચનપુરથી નીકળે. તેને અઠ્ઠાવીસ વર્ષ થઈ ગયાં હતાં. હવે તેને પહેલી પત્ની. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust