________________ 406 કમ–કૌતુક ગયે અને એક સ્થાન પર ધીરે-ધીરે નીચે ઊતરવા લાગે. પતંગસિંહે ઉપરથી જ કદલીમંડપમાં બેઠેલી ગજવતીને જોઈ લીધી. પછી તે એ તેની પાસે જ આવી ગયે. પતંગસિંહે જોયું, એક મનોરમ કદલીમંડપ છે. લતાઓનું આચ્છાદન પણ છે. ખાવા-પીવાની સાથે જ વ્યવસ્થા છે. ગજવતી વન–પથારી પર બેઠી છે. ચાર હાથી, તેની સેવામાં ઊભા હતા. બે ચમર ઢળતા હતા. ગજવતી હાથ પર હડપચી રાખી બેઠી હતી. આ અદશ્ય રહીને જ પતંગસિંહે મુક્તાવતી, લીલાવતી. અને હીરાવતીના હાથને લખેલે પત્ર ગજવતીની સામે નાખે. ગજવતી પત્ર લઈ વાંચવા લાગી અને ચકિત-- હર્ષિત થઈ બેલી : * ક્યાં છે મારા પ્રાણેશ્વર ? પત્ર લાવી છુપાઈ કેમ ગયા ? હું તે તમારી જ પ્રતીક્ષા કરતી હતી.” અદશ્ય રૂપમાં જ પતંગસિંહે કહ્યું : “પહેલાં આ માનવ-ભક્ષી હાથીઓને આદેશ આપ. કે એ મારા પર આક્રમણ ન કરે.” ગજવતીએ પિતાની પાસે ઊભેલા ચાર હાથીઓને. હ્યું : P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust