________________ કર્મ-કૌતુક-૨ . * 353 હતું કે તમે મારું હરણ કરી ભારત અને મારી સાથે લગ્ન કરત. પણ હવે હું જ તમને લઈ ભાગીશ.” - મદને આખી જના રત્નમંજરી પાસેથી સાંભળી લીધી. અહીં પતંગસિંહે પણ બધું સાંભળી–સમજી લીધું. મદને પોતાની અનુમતિ આપી. આવીશ તો જરૂર. પણ પિતાજી જોઈ જશે તો કદાચ ન પણ આવું.' ૨નમંજરી બાલી . ? “જોયું જશે. હું જે વહેલી પહોંચી જઈશ, તો થોડી વાર ગણેશ મંદિરમાં તમારી પ્રતીક્ષા કરીશ અને ત્રણ ચાર ઘડી પછી પણ તમે નહીં આવી પહોંચો, તો. સમજીશ કે આજે તમારા ઘરવાળા જાગી રહ્યા છે. હું પણ પાછી જઈશ. પછી બીજા કોઈ દિવસે જઈશું. જો તમે પહેલાં જશે, તે કઈ વાત જ નથી.” મદને અનુમતિ આપી દીધી. ત્યાર પછી બંને વિદ્યાલય પહોંચ્યાં. પતંગ પણ તેમની પાછળ-પાછળ, ગયે. આજે અધ્યયનમાં કેઇનું મન લાગતું ન હતું. રત્નમંજરી વિચારી રહી હતી કે કયારે અડધી રાત થાય અને કયારે મદનની રતિ બનું. મદન વિચારી રહ્યો 23 P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust