________________ કમ–કૌતુક-૩ 371 તેમને આજ સુધી મળી ન હતી અને મળવાની આશા પણ ન હતી. બધાં કામ વ્યવસ્થિત થઈ ગયાં. પતંગસિંહે દેઢ લાખ મહોર શેઠ ધનદત્તને આપી દીધી. ભવનનું તામ્રપત્ર લખાઈ ગયું. રત્નમંજરીને લઈ પતંગસિંહ ખરીદેલા ભવનમાં પહોંચ્યો. દસ-પંદર દિવસમાં દોડધામ કરી તેણે બધી વ્યવસ્થા કરી લીધી. આઠે દુકાને ચાલવા લાગી. મુનીમ વિગેરે રાખી લીધા. ઘર માટે ગૃહસેવક રાખ્યા. રસોઈ માટે એક બ્રાહ્મણ રાખી લીધી. દૈનિક જરૂરિયાતને બધે સામાન આવી ગયે. તેની સાથે જ પતંગસિંહે પિતાના ભવન પર “શેઠ પૂનમચંદ્ર' આ નામનું પાટિયું લગાવડાવ્યું. આજુબાજુના લેકે જાણી ગયા કે અમારા નગરમાં કઈ શેઠ પૂનમચંદ્ર રહેવા લાગ્યા છે. પતંગસિંહ હવે શેઠ પૂનમચંદ્રના રૂપમાં જ પ્રસિદ્ધિ મેળવવા લાગે. પણ એણે હજુ આખું પતનપુર જોયું ન હતું.' પતંગસિંહ હજુ સુધી અહીંના રાજા વજનાભને પણ મળ્યો ન હતો. એ ઈચ્છતો હતો કે કઈ એવા ચમત્કારીક ઢંગથી રાજાને મળવામાં આવે કે એ પણ કશું સમજે. તેથી રાજાને મળવાની એ કઈ યુક્તિ વિચારતે હતે. - પતંગસિંહના જીવનને આ એક બીજો વળાંક હતે. - તેને જીવવાનો એક રસ્તે થઈ ગયે. રત્નમંજરી અને P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust