________________ 38 0 કર્મ-કૌતુક-૩ - સ વિસર્જન થઈપતંસિંહ ઘરે આવ્યા. રાતે પિતાના ઊડણ-કામળા પર બેઠે, અદશ્ય કરનાર ટોપી પહેરી અને ઊડણ-કામળાને આદેશ આપે કે જ્યાં અણવિંધ્યાં દીર્ધકાર મેતી મળે છે, મને સાગરના એ તટ પર પહોંચાટી દે.” પતંગસિહ યથાસમય સાગર–તટ પહોંચી ગયા. ત્યાં તેણે એક ચમત્કાર જે. સાગર–તટ પર એક મનોરમ ઉદ્યાનમાં ભવન છે અને ભવનની બહાર ઝાડ નીચે એક અનુપમ સુંદરી બેઠી. છે. પિતાની જિજ્ઞાસા દૂર કરવા માટે પતંગસિહ તેની પાસે પહોંચે. બંને એક-બીજા પ્રત્યે આકર્ષિત થઈ ગયાં. અહીં એકલી કેમ રહે છે? તું કોણ છે ?" - આ પ્રશ્નો પતંગસિંહે તે સુંદરીને પૂછયા તે સુંદરીએ કહ્યું- “મારું નામ મુક્તાવતી છે. વિદ્યાધર-પુત્રી છું. એમ. ચાર બહેને છીએ અમારા વિદ્યાધર-પિતાને અમારા લગ્નની ચિંતા થઈ તો એક જ્ઞાની મુનિએ કહ્યું કે મુક્તાવતીને સાગર–તટ પર મેકવી દે. ત્યાં તેને પતિ આવશે. ત્યારથી હું અહીં રહું છું હવે મારી સાથે લગ્ન કરે. તમે જ મારા અને મારી બહેનના પ્રાણનાથુ છે. . . P.P. Ac. Gunratnasuri M.S. Jun Guit Aaradhak Trust