________________ કર્મ-કૌતુક-૨ 359 ઘા હોય, તેને લગાવવાથી તરત ભરાઈ જાય છે. એની ડાળના રેસા જે કઈ પિતાના આસનમાં લાવી લે તો એ તેના પર બેસી આકાશ-યાત્રા કરી ઈરછે ત્યાં લઈ જઈ શકે છે. ' પરંતુ એ વૃક્ષ પર ચઢવું અને તેની છાલ, પાંદડાં તથા રેસા પ્રાપ્ત કરવા પણ તને આમંત્રણ આપવા જેવું છે. ઝાડની નીચે જ એક દષ્ટિવિષ સાપ રહે છે. તેને જોવાથી જ ચઢનારનું મોત થઈ જાય છે. પ્રિયે ! એનો પણ ઉપાય છે. ઝાડથી વીસ ડગલાં દૂર એક કુંડ છે. ચડનાર પહેલાં એ કુંડમાં નાહી લે તે કાગડો બની જાય છે. કાગડો બની એ દૃષ્ટિવિષ સાપની નજરમાંથી બચી ઝાડ પર પહોંચી જશે અને છાલ, પાંદડાં અને રેસા ત્રણે વસ્તુ પ્રાપ્ત કરી લેશે. તેની સાથે જ એ તે ઝાડનાં કાચાં- પાકાં ફળ પણ તેડી લે. કાચાં ફળ, લીલા રંગનાં છે અને લાલ રંગનાં પાકાં છે. પાકાં ફળ ખાવાથી કાગડે તરત પૂર્વ રૂપ મનુષ્ય થઈ જશે. કાચાં ફળ ખાવાથી વિકૃત રૂપનો મનુષ્ય થશે. પછી તેને તેને પૂર્વ પરિચિત પણ ઓળખી નહીં શકે.” પિપટ દ્વારા કહેલી આ રહસ્યમય વાત પતંગસિંહે સારી રીતે સમજી લીધી. એક નજર તેણે ઊંઘતી રાજકુમારી રત્નમંજરી પર નાખી. અને પછી આકાશનાં તારાએને જોઈ તરણ કાઢયું કે રાત કેટલી બાકી છે. હજુ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust