________________ 357 કમ–કૌતુક-૨ મારી લાચારીનો લાભ ન ઊઠાવીશ. હું તો તને મારે નોકર પણ ન રાખું. પણ દેવની કુર મશ્કરી આગળ આજે મારે નમવું પડ્યું. હું મારી લાચારીને કારણે તારી સાથે રહીશ, પણ ક્યારેય બેલીશ નહીં. ( પતંગસિંહ કશું ન બોલ્યો. રત્નોની પિટલી લઈ - આગળ-આગળ ચાલવા લાગ્યો. પાછળ-પાછળ રત્નમંજરી - ચાલતી હતી. પતંગસિંહ પાછું વળી–વળી જોઈ પણ લેતો હતો. રાજકુમારીને થાકેલી જોઈ એ બેસી જતો હતું. જ્યારે રાજકુમારી ઊઠી ઊભી થઈ જતી તો એ પણ ચાલવા લાગતો. આ પ્રમાણે તે કઈ ઝાડ નીચે બંને - સૂઈ જતાં અને સવારે ચાલવા લાગતાં. પતંગસિંહ લગભગ - રાતે જાગતો રહેતો, કારણ કે રાજકુમારીની રક્ષા કરવી -એ પિતાનું કર્તવ્ય માનતો હતો. રાજકુમારીને કઈ વાત કહેવી હોય તો આડકતરી રીતે પતંગસિંહને કહી દેતી. પતંગસિંહ અને રત્નમંજરી એક વનમાં રહ્યાં હતાં. ચાંદની રાત હતી. રત્નમંજરી ઊંઘતી હતી અને તેનાથી થોડે દુર પતંગસિંહ જાગતો પડે હતો. એ વિચારતે “નારીજન્ય દુર્બળતા તે આમાં છે. જેમ લતા વૃક્ષના -સહારે ટકે છે, એ પ્રમાણે આ પણ પુરુષને સહારો છે