________________ 310 કર્મ-કૌતુક ખાઈ રડતા હતા. મંત્રી ગુણવન બહુ સમજાવતા હતા, પણ એ વિલાપ કરી-કરી કહેતા હતા : “અરી કંચન ! તારા નામથી જ કંચનપુર, કંચનપુર હતું. હવે તે મારાથી આ નગરનું નામ પણ લેવાશે નહીં. વચમાં જ મને દગો આપી ગઈ? આપણી પુત્રવધૂ પણ ન જોઈ ? હા, હું હવે શું કહું ? રાજા જિતશત્રુ બહુ રડયા. પતંગસિંહ પણ રડો. પણ આ સંસારમાં જ્યારે આનંદ સ્થાયી નથી, તે શેકપણ કેમ સ્થાયી રહે ? આ પ્રમાણે દિવસ પર દિવસ બધાના-જેનું જેવું દુ:ખ હતું, ઓછું થતું ગયું. એક વર્ષ પસાર થઈ ગયું અને બધું સામાન્ય થઈ ગયું. તેમ. છતાં પણ રાજા જિતશત્રુ કંચનરસેનાની યાદ ભૂલ્યા ન હતા. બધા ઈચ્છતા હતા કે રાવાસનું સૂનાપન અને મહારાજા. જિતશત્રુનું એકાકીપણું દૂર થાય. પણ રાજાને બીજાં લગ્ન કરવાનું કહેવાની કેઈની હિંમત ચાલતી ન હતી. એક દિવસ મંત્રી ગુણવર્ધને એકાંત જોઈ રાજ્યપ્રજા, રાજપુત્ર અને રાજા બધાનું હિત જાણી રાજાને બીજા લગ્નની વાત કરવાને નિશ્ચય કરી લીધું. યથાવસર: એમણે રાજાને કહ્યું : મહારાજ ! મહારાણીની ખોટ પૂરવા માટે તમે.. બીજું લગ્ન કરી લે.” રાજાએ હસીને કહ્યું : મારી પાસે કંચનરસેનાની યાદ રૂપે પતંગસિંહ P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust