________________ કમ–કૌતુક-૧ 317 સત્તરથી પણ વધારે ઉંમરને હતે. અઢાર વર્ષને પતંગ-. સિહ હવે એક સુદર્શન તરૂણ હતો. એક દિવસ રાજા. જિતશત્રનું વાત્સલ્ય ઊછળી ઊઠયું. મનમાં થયું - કે યુવરાજને અહીં બોલાવી લઉં તે, એ મોટો થઈ કેવો લાગે છે ? આઠ વર્ષનો હતો, ત્યારથી પાસે હોવા. છતાં પણ દૂર છે. આ દશ વર્ષમાં તે એ કંઈક જુદે જ થઈ ગયો હશે..... પરંતુ વિમાતા અનંગમાલા? અરે એ શું કરશે? રાણી એવી ખરાબ નથી, એવી કેમ, ખરાબ તે બિલકુલ પણ નથી. હા, જે તેને પણ કઈ પુત્ર હોત તે સંભવતઃ એ યુવરાજની ઈર્ષા કરે. પણ એ તે વાંઝણી નીકળી. એ તો તેને પણ પ્રેમ કરશે. કેમ પ્રેમ ન કરે ? છેવટે સાવકા પતંગસિહના કારણે જ તો એ એક દિવસ રાજમાતા બનશે. વિમાતાનું નામ જ ખરાબ હોય છે. અનંગમાલા એવી રાક્ષસી નથી, જે પતંગને જોતાં જ ખાઈ જાય. બનાવાકાળ વસ્તુ દરેક જગ્યાએ છે. એ મનમાં વસે છે અને જીભ પર પણ આવી બિરાજે છે. બુદ્ધિને પણ પિતાની ઈચ્છા મુજબ ચલાવે છે. પગને પણ, એ ગતિ આપે છે અને ભાવિવશ વ્યકિતને પોતાની પાસે બોલાવી લે છે. એ જેવું ઈચ્છે છે, એવું જ વિચારે છે અને એવું જ કરે છે. રાજા જિતશત્રુનું મન-મસ્તક અને બુદ્ધિ બનાવાકાળના વશમાં હતું. એટલે એમના મનમાં વિમાતા. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust