________________ કર્મ–કૌતુક-૨ આ પ્રમાણે પ્રસંગ બદલાતા રહ્યા અને રાજા જિતશત્રુ તથા મંત્રી ગુણવર્ધન બીજા પ્રસંગે પર ઘણા સમય સુધી વાત કરતા રહ્યા. ઘણું સમય સુધી પતંગસિંહના લગ્નની વાતો થતી રહી. બનવાકાળે રાણી અનંગમાલા પણ ત્યાં આવી ગઈ અને વાતચીતના છેડા શબ્દ તેણે સાંભળી લીધા તો પૂછ્યું : કેની વહુની વાત થઈ રહી છે? કેણ છે કમલાવતી અને પતંગસિંહ?” રાજા હેબતાઈ ગયા. એ પિતાની રાણીની નજરમાં નીચે પડવા માગતા ન હતા, તેથી મંત્રીને કહયું : મંત્રીજી મહારાણીની પ્રશ્નનો જવાબ આપો.' આ વાત તે સંભળાવવાની હતી. તેથી મંત્રીએ એવા ઢંગથી કહેવાનું શરૂ કર્યું કે સાપ પણ મરી જાય અને લાકડી પણ ન ભાગે. એટલે કે રાણી અનંગમાલાના મનમાં એ ભાવ ન આવે કે મને ખરાબ સમજવાને કારણે જ યુવરાજને ભેદ છુપાવી રાખ્યું હતું. આ બધું વિચાર્યા પછી મંત્રીએ રાણી અનંગમાલાંને કહ્યું : P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust