________________ 335 કમ - કૌતુક-૨ ધરતી પર જ બેસી ગયા અને બોલ્યા : “આ હું શું જોઈ રહ્યો છું પ્રિયે ? આ શું થયું? રાણીએ એક જ શ્વાસે કહ્યું : એ ન પૂછે કે શું થયું? એ પૂછે કે શું થશે ? - હવે આત્મહત્યા કરીશ. તમારાં દર્શન માટે અત્યાર સુધી બેઠી હતી. યુગનું કેવું પરિવર્તન છે? રામ પણ પુત્ર હતા અને કૈકેયી પણ સાવકી મા હતી. પણ હું.હું.” કહેતાં કહેતાં અનંગમાલા રડવા લાગી. રાજા અધીરા થઈ ગયા, લાંબા થઈ તેમણે રાણીના બંને હાથ પોતાના હાથમમાં લઈ લીધા અને બોલ્યા: તને મારા સોગંદ છે, તારા સુહાગને સોગંદ છે. ગોળ ગોળ વાત ના કરીશ, જે પણ વાત હોય, સાચે– સાચું કહી દે. રાણી બોલી : સાચે સાચું તે કહીશ. પણ તેનાથી શું ફાયંદે? કહેવાથી શું ફાયદો થશે? કોઈ ફાયદો નથી. રહેવા દે સ્વામી !" રાજાએ કહ્યું : “મારા શગંદ કશું નહીં ? ફાયદો એ થશે પ્રિયે! હું વચન આપું છું કે જે કરવાથી તારુ દુઃખ દૂર થશે. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust