________________ -334 કમકૌતુક-૨ નહીં પતંગ! હું સાચું કહું છું. જ્યારે તું ચાર મહિના નાનો બાળક હતું, ત્યારે તારાં લગ્ન ત્રણ મહિનાની શિશુકન્યા કમલાવતી સાથે કરવામાં આવ્યા હતાં. તેના સૌભાગ્યગ્રહ તારી રક્ષા કરશે.” આટલું કહી આચાર્યજીએ એક વિશેષ દિશાનો નિર્દેશ આપતાં ફરી કહ્યું : ત્યાં જ જજે. એ દિશા તારા માટે શુભ છે. રાતે કયાંય પણ માર્ગથી ખસી રહી જજે. હું પણ આવીશ. ત્યાં જ કે, તારી પાછળની ગતિવિધિઓ જોઈ હું આપીશ અને તને મળીશ. " વધારે વાત કરવાને સમય ન હતો. તેથી પતંગ સિંહ નિર્દેશિત દિશા તરફ ગયે. અહીં સાંજે રાજા જિતશત્રુ વન બ્રમણથી પાછા આવ્યા તે રાજભવનનું - વાતાવરણ વિચિત્ર લાગ્યું. રાણી અનંગમાલા કોપ ભવનમાં છે, એ તેમને તરત ખબર પડી ગઈ. રાજા રાણી પાસે પહોંચ્યા. રાણીના માથામાંથી લેહી નીકળી ગયું હતું. લેહી જામવાનાં નિશાન હતા. જ્યારે પતંગસિંહે તેને “ધકકો માર્યો ત્યારે એ ઊંધા મેં એ પડી હતી અને માથા પર ધાગ્યું હતું. તેણે જાતે જ કપડાં ફાડી નાખ્યાં હતાં. આખોમાં આંસુ હતાં પણ બનાવટી આંસુ. રાજાએ -આ ધેિશમાં રાણીને જોઈ તે એકદમ પૂછવાનું સાહસ ન --ન થયું છતાં પણ પૂછયું તે હતું જ, રાજા રાણી પાસે P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust