________________ -316 કમ–કૌતુક-૧ અહીં રાજા જિતશત્રુનાં લગ્ન એક નાના રાજ્યની અનંગમાલા નામની રાજકન્યા સાથે થઈ ગયાં. અનંગમાલા -હવે એક મેટા રાજ્યની રાણી હતી. પણ ઉંમરની દષ્ટિએ આ લગ્ન મેળ વિનાનાં હતાં. કારણકે અનંગમાલા પેડશી અને રાજા જિતશત્રુ પૌઢતાએ પહોંચ્યા હતા. છતાં પણ બંને પ્રસન્ન હતાં. રાજા જિતશત્રુએ અનંગમાલાને જ અંતઃપુર તથા ભવનના અન્ય સેવકોની શાસિકા બનાવી -દીધી હતી. એ બધાને નિર્ણય કરતી. આ ગૌરવથી એ ખુશ હતી. અનંગમાલા સુંદરી હતી, વિલાસિની હતી, મુગ્ધા પણ હતી. રાજા જિતશત્રુ તેને સાથે લઈ વિહાર કરવા જતા અને વનભ્રમણ માટે પણ નાકા સાથે લઈ જતા. છતાં પણ લગ્નના શરૂઆતના દિવસે માં જે મદહોશી જેશ હોય છે, એ રાજા જિતશત્રુમાં ન હતું, પણ રાણી અનંગ-માલામાં હતું. કારણકે રાજાનું આ બીજુ લગ્ન હતું. જેના માટે યુવતિઓ દિવાસ્વપ્ન જોયા કરે છે. તેથી રાજાનું દાંપત્ય જીવન મસ્તિષ્ક, બુદ્ધિ અને વ્યાવહારિક કૌશલ સાથે પસાર થતું હતું, જ્યારે રાણીનું મન અને હૃદયના ઉત્સાહ સાથે માને કે ગાડીની એક તરફ બળદ જોડવામાં આવે અને બીજી તરફ ભેંસ. પરંતુ ગાડીને તે ચાલવાનું જ હતું, ચાલતી રહી. તેને તે ચાલવાનું જ છે. પતંગસિંહ સોળ વર્ષ પૂરાં કરી ચૂક્યા હતા, P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust