________________ કમ-કૌતુક-૧ 303 દેવ પણ બહુ વિચિત્ર છે. પણ શું તમને પણ કઈ તિષીએ બતાવ્યું હતું કે તમે તમારી પુત્રીના લગ્ન બાલ્યાવસ્થામાં કરી નાખે.” વાત કંઈક બીજી છે.” આમ કહી રાજા જનકસેને રાજા અરિમર્દન સાથે થયેલી શરતને પાણી પીધા પછી વિસ્તારથી સંભળાવી. પાણી વારંવાર એટલે પીવું પડતું હતું કે બટાટાના સમેસામાં મરચું વધારે હતું. રાજા જનકસેન શી-શી કરતા જતા હતા અને પાણીને ઘૂંટડે પી પિતાની વાત સંભળાવતા જતા હતા. ભોજન પૂરું થયું. મુખવાસમાં પાન લીધા પછી - બંને રાજા અને મંત્રી વિગેરે નિશ્ચિત થઈ બેઠા. પંડિતોને લાવવામાં આવ્યા. રાજા જિતશત્રુ પતંગસિંહની જન્મ પત્રિકા સાથે જ લાવ્યા હતા. વર-કન્યાનાં જન્મપત્ર મેળવવામાં આવ્યાં. પંડિતોએ એક અવાજે કહ્યું : આ લગ્ન થવાનાં જ હતાં. બંનેની જન્મ-કુંડળી એવી મળી છે કે આજ સુધી આવી નથી મળી. રાજકુમારીના સૌભાગ્ય ગ્રહ એવા છે કે વરના અનિષ્ટ ગ્રહોને કાયમ કાપતા રહેશે. એમને સૌભાગ્ય અચલ છે.' આ વાત સાંભળી રાજા જિતશત્રુએ ધીરેથી પિતાના મંત્રી ગુણવર્ધનને કહ્યું : P.P. Cunratnasuri M.S. Jun Gun Aaradhak Trust