________________ 298 કમ–કૌતુક–૧. શકે તેની નીચે રહેશે. તેને પતિ બહુ યશસ્વી હશે. આ પ્રસંગ પર એક દિવસ રાજા જનકસેને રાણી પુષ્પ વતીને કહ્યું : “મારુ ચાલે તે બસ આપણે બેટી કમલાવતીનાં લિગ્ન પારણામાં જ કરી નાખ્યું. કારણ કે પહેલી પત્ની જ પટરાણ બને છે.” રાણ પુષ્પવતીએ કહ્યું : “પહેલી પત્ની છે ત્યારે પણ થઈ શકે છે, જ્યારે એનાં લગ્ન, લગ્નની ઉંમરે થાય. પટરાણી બનવું એ ભાગ્યની વાત છે. જ્યારે એને જન્મપત્રમાં પટરાણી. બનવાનું લખ્યું છે તે બનશે. કયાંય દૂધ પીતાં બાળકનાં પણ લગ્ન થાય છે? રાજા જનસેન બોલ્યા : પ્રિયે ! તારી વાત તો સાચી જ છે. પણ મારી ઈચ્છા શું, મહત્વાકાંક્ષા પણ એ રહી છે કે હું આપણું સંતાન, છોકરો અથવા છોકરી જે પણ હોય તેનાં લગ્ન પારણામાં અથવા બાલ્યાવસ્થામાં જ કર્યું. વાત એ થઈ કે એક વાર સુદર્શન પુરના રાજા અરિમર્દન સાથે મારે એ શરત થઈ કે જે તમારે પુત્ર અને મારે પુત્રી અથવા ‘તમારે પુત્રી અને પુત્ર થાય તે આપણે એ બંનેનાં લગ્ન કરી આપણી મિત્રતા સ્થાયી બનાવીશું. એ દિવસે મા P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust