________________ 292 કર્મ-કૌતુક-૧. “મહામંત્રી ! સંગથી બનારસના તિષી આપણે ત્યાં આવ્યા છે, તે આપણા કુમારની જન્મપત્રિકા એમને કેમ ન બતાવીએ? એના લગ્નમાં ત્રીજા, પંચમ, પંદરમ, એકવીસમ વિગેરે વર્ષોમાં જે સંકટને વેગ છે, તેને ખુલાસે થઈ જશે.” મંત્રીએ કહ્યું : આ પંડિતેના ચક્કરમાં ન પડો રાજન ! આ લોકો કયારેક તે રાશિની ચાલનો ભય બતાવી બહુ ભયભીત કરે છે. રાશિની સાડાસાતી પનોતી આપવી એ તો તેમને ડાબા હાથનો ખેલ છે. એક રાશિની અનેક વ્યક્તિઓ હોય છે. તમે એ જુઓ કે રામ અને રાવણની એક જ રાશી હતી. હતી કે નહીં? બંને તુલા રાશિના હતા. છતાં પણ રાશિફળ વિપરીત થયું. આ જ વાત કંસ અને. કૃષ્ણની છે. છે કે નહીં ? રાજા જિતશત્રુ હસ્યા. છેલ્યા મંત્રીજી ! વાત તે દૂરની પકડી છે કે રામ અને. રાવણની એક જ રાશિ હતી. હું માનું છું કે કન્યા. રાશિને એક, બાળક મારે પુત્ર, અર્થાત્ યુવરાજ છે અને અનેક કન્યા રાશિ નિધન ઘરમાં પણ હશે. પણ હું તે. જન્મ-લગ્નના આધાર પર જે ભવિષ્ય ફળ નીકળે છે, તે બાબતમાં કહી રહ્યો હતો. બનારસંથી આવેલા તિષીજી P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust