________________ -વસંતમાધવ-૧ 165 ક્ષત્રિય પિતાની પ્રતિજ્ઞા તોડતા નથી. બીજુ, ધરતીના છેડા સુધી પહોંચવું અસંભવ પણ નથી. મારી પાસે ગગનયાન છે. જળસ્થળ પાર કરતાં આખા ભૂમિ મંડળનું ચક્કર લગાવી દઈશ.” તે તું માનીશ નહી ? સવમાં પણ નહીં.” મહારાજા અને મહારાણી રજા આપશે ? મળી જશે. એ મારી વાત ટાળશે નહીં. એક વાર પિતાની ઈચ્છાથી ગયે, આ વખતે એ મારી ઈચ્છા કેમ નહીં માને ? : પણ તેમની ઈચ્છા કયાં હતી? ગુસ્સામાં તેમણે કહી દીધું હતું.” પણ બાળહઠને સહારો લઈશ.” “તો પછી હું પણ તૈયાર છું.’ - - નિશ્ચય કરી વસંતમાધવ મહારાજા યશોધર પાસે પહોંચે અને પિતાની ઈચ્છા પ્રગટ કરી. સાંભળતાં જ મહારાજા યશધરે ના પાડી દીધી અને કહ્યું : " P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust