________________ વસંતમાધવ-૩ મંજુષા ટેપલીની પાછળ-પાછળ દેડી અને મેહવશ સાગરમાં કૂદી પડી. માતૃત્વની મમતા ધન્ય છે. પણ એક લહરે ઊઠાવી તેને કિનારા પર પટકી દીધી અને એ બેભાન થઈ પડી રહી. તોફાન જતું રહ્યું પણ તેને ભાન ન આવ્યું. ચાર વર્ષ પૂરા થવાના ચાર મહિના પહેલાં જ રાજા યશોધર લાવ-લશ્કર સાથે સાગરતટ પર આવી ગયા. તેમના દિવસે પ્રતીક્ષામાં પસાર થતા હતા કે એક દિવસ પાણીની સપાટી પર તેમણે લીલા વાંસની એક ટોપલી તરતી જોઈ. લહેર કિનારે લાવી રહી હતી તેમની પાસે વહાણે પણ હતાં. એક મોટું વહાણ સાગરમાં નાખ્યું. થોડે દૂર જઈને જ ટોપલી ઊઠાવી લીધી. કિનારે આવી ગયા. એક બાળક મળ્યું. બહુ સુંદર હતું. બધા આશ્ચર્યથી જોવા લાગ્યા. રાજાએ મંત્રીને પૂછયું: " “શું આને માટે જ્યોતિષીએ કહ્યું હતું ? - મંત્રી પિતાને મત આપે તે પહેલાં જ એક જ ધાચારી મુનિ આકાશથી નીચે ઉતર્યા. બધા બાળકની વાત ભૂલી ગયા અને ઊભા થઈ મુનિની વંદના કરવા લાગ્યા. મુનિએ ધર્મલાભ કહ્યા અને બોલ્યા : .. " P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust