________________ કર્મ-કૌતુક-૧ 285. હતા. મંત્રી ગુણવર્ધનનો પુત્ર હતા, અતિસાર, જે આ દિવસમાં માત્ર છ વર્ષનો હતો. કંચનપુરના મહામંત્રી પદના ઉત્તરાધિકારી હતો, પણ દુ:ખ એ વાતનું હતું કેરાજા જિતશત્રુનો રાજ્યાધિકારી કેઈ ન હતે. રાજા જિતશત્ર નિ:સંતાન હતા, તેનું દુઃખ કંચનપુરની પ્રજાને પણ બહુ હતું. કારણકે યુવરાજના અભાવથી. કઈ વિદેશી રાજા જ કંચનપુરને શાસક બનશે. આ પ્રમાણે સુખ-દુઃખની કલ્પના અને ભવિષ્યની આશાનિરાશામાં રાજા-પ્રજા બધા દિવસે પસાર કરી રહ્યા હતા. થનાર વસ્તુ કઈ પણ બહાને થાય છે, તેથી લગ્નના ઘણા સમય પછી-દિવસે પછી રાણું કંચનસેના ગર્ભવતી. થઈ. તેણે સૂર્યનું સ્વપ્ન જોઈ ગર્ભ ધારણ કર્યો હતો. આ સમાચારથી રાજા જિતશત્રુ બહુ ખુશ થયા. રાણી કંચનરસેનાએ પણ છૂટા હાથે દાન આપ્યું. આ આનંદોત્સવ પર રાજાએ રાણીને કહ્યું : આને કહે છે ભાગ્ય ! તું તે આશા જ છેડી બેઠી. હતી. હવે તે માતા બનીશ.” - થોડી નિરાશ થતાં રાણીએ કહ્યું : - “છતાં પણ એક આ શંકા છે જ. પુત્રી થશે તો તમે. રાજ્યાધિકારી કેને બનાવશે?” . . . . . . ! રાજા બોલ્યા P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust