________________ 284 કર્મ-કૌતુક-૧, કારણકે ધનને સબંધ સુખ સાથે છે, એવું મુનિ નથી માનતા. મુનિઓની વાતે અનુભવની છે, એટલે સાચી છે. વધારે ધન તે વધારે સામાન. ધનમાં સામાન વધારવાની અથવા ક્રિયા કરવાની શક્તિ છે, સુખ આપવાની નહીં. તેથી કંચનપુરની નિર્ધને પ્રજા સુખી પણ છે. ઘરમાં સામાન ભલે એ છ હતું, પણ મનમાં સંતેષનું અપાર ધન હતું. શેઠિયાઓના ઘરમાં સુવર્ણમય પલંગ હતા તે એમના ઘરમા વાંસના ખાટલા હતા. પરંતુ આ તફાવતમાં સુખદુઃખ નથી બનતાં. કંચનપુરના નિધન માણસે પણ સુખી કેમ હતા ? એટલા માટે કે અહીં મુનિજન આવતા હતા. એ સુખનો સાચે માર્ગ બતાવતા હતા. તેથી અહીંની પ્રજા ધર્મનિષ્ઠ હતી. ધર્મનિષ્ઠ પ્રાણ કયારેય દુ:ખી નથી રહેતાં. આ જ કારણ હતું કે અહીંના શ્રેષ્ઠી પંચમ અણુવ્રત પરિગ્રહ પરિમાણના પાલક હતા. ' - આવી ધર્મનિષ્ઠ અને સુખી-સંપન્ન પ્રજાના શાસક હતા, રાજા જિતશત્રુ. એ પણ ન્યાયપરાયણ, ધર્મનિષ્ઠ અને પ્રજાવત્સલ હતા. રાણી કંચન સેના પણ પરમ રૂપવતી અને સતી સનારી તથા પતિ જેવી જ શ્રમણ પાસિકા હતી. ના રાજા જિતશત્રુના મંત્રી હતા, ગુણવર્ધન. એ પણ નીતિમાન, બુદ્ધિશાળી અને બહુ દૂરદર્શી હતા. પ્રજાને સુશાસન આપવામાં એ. રાજા જિતશત્રુને જમણે હાથ. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust