________________ વસ તમાધવ-૩ 259 લાવ-લશ્કર સાથે વસંતમાધવ વિજયપુર પહોંચી ગચો. નગરથી દોઢ કેસ દર મેટા મેદાનમાં પડાવ નાખ્યો. હવા પર તરતી રાજા વિજયસેન પાસે ખબર પહોંચી કે કોઈ મેટા રાજાએ નારની બહાર પડાવ નાખે છે. વિજયસેન ગભરાયા. નાગરિક શકિત અને ભયભીત થઈ ગયા. અચાનક યુદ્ધનાં વાદળ છવાવા લાગ્યાં, બધાને એવું જ દેખાતું. રાજા વિજયસેને રાતે જ મંત્રણા કરી. નિશ્ચય થયે, સેનાને તૈયાર રાખો. સવારે વિપક્ષમાંથી સંદેશો આવવા દે. અહીં વસંતમાધવે ગગનગામિની વિદ્યાર્થી પોતાનું વિમાન ઊડાવ્યું અને ક્ષણમાં જ મંજુઘષા સહિત ભાગચન્દ્રના ભવનમાં દાખલ થઈ ગયે, શેઠ-શેઠાણું બહુ ખુશ થયાં. વાસંતી પણ ત્યાં જ હતી. આખી રાત વાતે થઈ. સુખ-દુઃખની ચર્ચા, વીતેલા દિવસોની વાત, પિતપિતાની વાત બધાએ કહી. વાસંતીએ મંજુષાને તેને પત્ર મહારાજને આપ્યાને પ્રસંગ પણ કહી સંભળાવ્યું. ચોથા પ્રહરમાં વસંતમાધવે શેઠને કહ્યું : " “તાત ! હું મારા પડાવ પર જઉં છું. મંજુષા અહીં રહેશે. હવે સવારે કંઈક કોતક કરીશ.” : | " . શેઠ ભાગચન્દ્રએ કહ્યું : ‘માધવ ! રાજાને વધારે તંગ ન કરીશ. એ બહુ જ દુઃખી છે. છેવટે તારા સંસરા છે. હવે એ બહુ પસ્તાય છે.” P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust