________________ - હમણાં જ તેના પ્રાણ લઉં છું.” વાસંતીએ પગ પકડી લીધા પ્રજા રક્ષક ! એવું ન કરે. હું તમારા પગ પકડું છું. તેને મારીને તમે દુસહ કર્મ બાંધશો. એ પોતે જ પિતાનાં કરેલાં કર્મનું ફળ ભોગવશે.” જ્યારે રાજાએ વચન આપ્યું, ત્યારે વાસંતીએ પગ છેડયા. રાજા રથ સુધી ગયા. વાસંતીને પણ બેસાડી. ભવન પહોંચ્યા. તેમના ગુસ્સાને જોઈ રાસ-દાસી ડરી ગયાં. બૂમ પાડી મેઘાવંતીને બોલાવી. બેલ્યા : “દુષ્ટા ! નાટક કરે છે ? તે છૂપી રીતે મારી પુત્રીને નારી નંખાવી. તારા પ્રાણ આણે બચાવી લીધા. પણ કેરડા જરૂર મારીશ.” સાચે જ રાજાએ મેઘાવંતી પર કેરડા વરસાવ્યા. 'એ હાય-હાય કરતી રહી. પછી વાસંતીએ જ છેડાવી. રાણીએ બચાવ પણ કર્યો, પણ રાજાએ કશું ન સાંભળ્યું. હવે રાજ વિજયસેન મેઘાવંતીથી એકદમ વિમુખ રહેવા લાગ્યા. તેનું માન-સન્માન પણ ઘટી ગયું અને એ દાસીની જેમ રહેવા લાગી. ખરાબ કામનું ખરાબ પરિણામ. થોડું અહીં અને ડું પરકમાં પણ, જન્મ જન્માંતર સુધી. સમય પસાર થતો રહ્યો અને રાજા પુત્રીના તથાકથિત મૃત્યુ શોકને ભૂલતા ગયા. ૦ધા ઘા રુઝાય છે, પણ સમય : વિના નહીં. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust