________________ વસંતમાધવ-૩. 210 - શેઠાણી ભાનુમતીએ પણ કહ્યું : : “હવે મેઘાવંતી પહેલાં જેવી નથી રહી. મનુષ્ય ન બદલાય, પણ તેના વિચાર બદલાય છે. તેથી તે એક જ ઝાટકામાં મહાભેગી, મહાયોગી થઈ જાય છે. મેઘાવંતીનો. વેરભાવ હવે જાણે કયાં જતો રહ્યો !" - મંજુઘોષાએ પૂછ્યું : શું વિમાતા તમને કશું કહેતી હતી ? ભાનુમતીએ કહ્યું : હું તે કયારેય મળી નથી. તેને શું ખબર કે અમારે તમારી સાથે કંઈક સંબંધ છે. પણ વાસંતી કહેતી . હતી. એક દિવસ રાણીએ વાસંતીને કહ્યું હતું. વાસંતી ! વાસંતી કહેવા લાગી : " સખી રાજકુમારી ! મેઘાવંતીએ એક દિવસ આંખમાં. આંસુ લાવી કહ્યું હતું : “વાસંતી ! હું તે વાંઝણ હતી. પણ વિધાતાએ . વિમાતાના રૂપમાં જ મને માતા બનાવી દીધી હતી. પણ એ માતૃપદ પણ મેં મારા હાથમાંથી નષ્ટ કરી નાખ્યું. લેઓ કહે છે કે મેં એને મારી નંખાવી. પણ મારું હૃદય મને હત્યારિણું નથી કહેતું. એ ગુપ્તમાર્ગથી ગઈ છે, તો.. કયારેક જરૂર આવશે. હું તેની પાસે માફી માગીશ. વાસંતી તુ ! તે એની સખી છે. મને માફ કરી દેજે P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust