________________ વસંતમાધવ-૩ 278 હસવાનું મન થાય છે.” - “આ હસવા-રડવાથી મુક્ત થાવ. આ જ જગતની જંજાળ છે. કર્મોને નાશ કરવો પડશે. એ કયારેય એક સરખા રહેવા નથી દેતાં. હસાવે છે અને રડાવે પણ છે.” રાજા યશોધરના મનમાં વૈરાગ્યની લહેરો ઊઠતી હતી, તેથી તેમણે એ જ સમયે પિતાને રાજમુગટ ઉતાર્યો અને વસંતમાધવના હાથમાં આપી દીધો— “આને પકડ હવે. હું આનાથી મુક્ત થવા માગું છું. હવે ત્રણ રાજેને અધિપતિ બની નગર-પ્રવેશ કર.” વસંતમાધવના હાથ અટકી ગયા. બોલ્યા : “તાત! જીવનને ભાર બહુ છે. ત્રણ રાજ્યને ભાર હું કેવી રીતે ઊઠાવીશ?” “ઊઠાવવો પડશે બેટા ! આવાં જ કર્મ કરીને આવ્યું છે. તેથી તું કૌશામ્બીનો પૂર્વનિશ્ચિત ઉત્તરાધિકારી છે. મને હવે આમેદ્ધાર કરવા દે. શું પિતા માટે એટલું પણ નહીં ?' વસંતમાધવે મુગટ લઈ લીધે. મેટી ધામધૂમથી નગરપ્રવેશ થયો. કેટલાય દિવસો સુધી ઉત્સવ ઉજવાશે. પછી મહોત્સવ પૂર્વક વિધિ પ્રમાણે વસંતમાધવને રાજ્યાભિષેક થયે. દિવસ પસાર થવા લાગ્યા. આ વસંતમાધવને કૌશામ્બીમાં આબે બે મહિના પસાર થયા હતા, ત્યાં જ ભરતપુરના રાજા, રાજપુત્ર ચન્દ્રચૂડ, P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust