________________ 24 વસંતમાધવ- ચાવડીએ બહુ આગ્રહ કર્યો. મંજુષા તૈયાર થઈ ગઈ. બંને છત પર પહોંચી અને ઝરૂખામાંથી જેવા લાગી. મંજુષાની નજર વસંતમાધવ પર પડી તો જેતી જ રહી ગઈ. પિતાના સ્વામીને ઓળખી લીધા. ડાબું અંગ . ફરકવા લાગ્યું. હૃદયમાં ઉછાળે છે. પછી કેઈએ વસંતમાધવને કુંવર માધેરાવજી કહી બોલાવ્યો. એટલે તે નિરાશ. થઈ–નામ તો બીજુ છે. તે પછી આ બીજુ કઈ છે? બીજુ કઈ છે તે ડાબું અંગ કેમ ફરકે છે? મન ખોટા સંકેત કેમ આપે છે? શું ખબર તેમના જેવા મુખવાળું બીજુ કઈ હોય. એ હોય તે પિતાનું નામ કેમ બદલી નાએ ?' સંકલ્પ-વિકલ૫ અને દુવિધા લઈ મંજુષા નીચે ઊતરી. દીપમાળાઓના તીવ્ર પ્રકાશમાં રાતે ચાવડી અને ચદ્રચૂડનાં લગ્ન થઈ ગયાં. સવારે કુળ પૂજા માટે જમાઈ ચન્દ્રચૂડ અને માધેરાવ બંને રાજા જિતશત્રુના ભવનમાં પધાર્યા. દાસીઓ આગળ-આગળ ફૂલ પાથરતી જતી હતી. બંને મિત્રો જોજન કરવા બેસી ગયા. સ્ત્રીવૃંદમાં . મંજુઘાષા બેઠી હતી. પાસે જ આડમાં ચાવડી હતી. વસંતમાધવે મંજુષાને જોઈ તે–આ અહીં કેવી રીતે ? તેનું પણ જમણું અંગ ફરકવા લાગ્યું. પ્રતીતિ થઈ કે - આ એ જ છે. પછી વિચાર્યું, હવે સાચું નામ પ્રગટ. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust