________________ મંજુઘોષાના જવાની વિજયપુરમાં કેટલાય દિવસે સુધી ખૂબ ચર્ચા થઈ પુરવાસીઓનો એ નિશ્ચય મત હતું કે નવી રાણએ સાવકી પુત્રીને ચુપચાપ મારી નંખાવી છે અને જાહેર એ કર્યું કે મંજુઘોષા નાસી ગઈ. કેટલાક * વિરોધ પણ કરતા અને કહેતા ભાગી જ ગઈ હશે. જેટલાં મુખ એટલી વાતો. ધીરે ધીરે મંજુઘાષાની વાત બધાના મન પરથી ઉતરવા લાગી. રાજા વિજયસેનને સંતોષ થશે, કારણ કે બેટીના કૃત્યથી એ દુઃખી હતા. રાણી મેઘાવંતીને થોડો વસવસો એ હતો કે હું એને મરાવી ન શકી. જ્યારે આ મામલે શાંત થયે તો વાસંતી રાજા વિજયસેનને એકાંતમાં મળવાની તક શોધવા લાગી. એ દરરોજ લગભગ ઉદ્યાન ભ્રમણ કરવા જતા હતા. અંગરક્ષક સાથે રહેતા. છતાં પણ એ અંગરક્ષકને રથ પાસે મૂકી ઉદ્યાનમાં એકલા જ ભ્રમણ કરતા. થોડીવાર જળકુંડની પાસે જ બેસતા. વાસંતીએ ઉદ્યાનમાં જ મળવાને નિશ્ચય કર્યો અને એક દિવસ પહેચી ગઈ. રાજાએ જોઈ તે બોલ્યા : અરે વાસંતી તું? તે પણ કશું ન વિચાર્યું, તે - સારું ન કર્યું.' - “અન્નદાતા ! આજે હું સારું કરવા જ આવી છું. - જ્યાં સુધી રહસ્ય નહીં ખૂલે, ત્યાં સુધી તમે રાજપુત્રી વિશે જાણે શું-શું વિચારતા રહેશે.” P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust