________________ વસંતભાધવ–૩ 253:: અને બંનેને ઝાડ સાથે બાંધી દીધાં. શુભાશુભ કર્મોની તડકા-છાંયડી થઈ. એક વણઝારો પિતાની વણઝાર લઈ પિતાના નગર તરફ જતું હતું. તેણે બંનેનાં બંધન છેડી. નાખ્યા અને પિતાના ઘરે લઈ ગયે. પણ એ શેઠની પત્ની બહુ કર્કશા હતી. ગુણમંજરીના રૂપને જોઈને એ ગુસે. થઈ. શેઠ પર ગર્જના કરી કૂદી પડી. - “અરે, આ ચુડેલને કયાંથી પકડી લાવ્યા ? મારાથી. તમારું મન ભરાઈ ગયું છે કે શું ? હવે તે આને રાખો, હું કૂવામાં પડીશ.” - શેઠે જવાબ આપે : “અરે પાપિણી ! આ મારી ધર્મ પુત્રી છે. શા માટે પોતાની જીભને કલંક લગાડે છે ? વચમાં જ ગુણચન્દ્ર બોલ્યા : - “શેઠજી ! અમારી પાછળ તમે બંને કેમ પડયાં છે? માતાના સેદ, ભાભીનું અપમાન હું સહન કરી શકીશ નહીં. અમે બંને જઈએ છીએ. અમારા ભાગ્યમાં જે હશે તે ભોગવીશું.' - શેઠ પણ તેમને રોકી શકયા નહીં. રાતમાં જ બંને જતાં રહ્યાં અને વન-વન ભટકવા લાગ્યાં. બધું ભાગ્યા પર છોડી દીધું. P.P. AC. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust