________________ * વસંતમાધવ-૩ 245 રાત પડી. અડધી રાતે પ્રીતિમતીને પુત્ર ખુલ્લી તલવાર લઈ એકલે જે વન તરફ ચાલવા લાગ્યું. જ્યારે પુણ્ય પ્રગટ થાય છે તે વિશ્વાધારની પ્રતિકૂળતા પણ મનુષ્ય તરી જાય છે. સિંહ જ્યારે પોતાની ગુફામાંથી નીકળે છે, તે સાથે કેઈ સૈનિક નથી હોતો. એ એકલે. જ હોય છે અને મૃગોને મારે છે. વસંતમાધવરૂપી સિંહ પણ ચારરૂપી મૃગોનો શિકાર કરવા એકલે નીકળી પડ્યા હતે. - પિતનપુરથી છેડા કેસ દૂર વનમાં વસંતમાધવ પહોંચે. એક યોગી ધ્યાનમગ્ન બેઠેલા મળ્યા. વસંતમાધવે ગીને પ્રણામ કર્યા તે યોગીએ આશાથી વિરુદ્ધ કડકાઇથી કહ્યું : કેણ છે? જાઓ અહીંથી, ધ્યાન કરવા દો.” વસંતમાધવ સમજી ગયા કે આ કોઈ ધૂર્ત છે. યેગીનો વેશ ધારણ કરી બેઠે છે. વસંતમાધવે અભિનય કર્યો. તલવાર મૂકી ચગીને પગમાં પડયે અને બોલ્યો : આ તલવારથી મારું માથું ઉડાવી દો. હવે તમારા ચરણોનું શરણ છેડી કયાં જઉં ? માતા-પિતાએ કાઢી મૂકર્યો. ભીખ તો માગી શકતો નથી. ચોરી કરવાના વિચારથી રાતે ભટકું છું. સફળતા નથી મળતી, તેથી ભાગ્ય પ્રેરણું થી તમારા શરણે આવ્યો છું.' P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust