________________ 232 વસંતમાધવ-૩ “રાજન ! તમારી શંકા દૂર કરવા આવ્યો છું. આ બાળક તમારે કુળદીપક છે. વસંતમાધવને પુત્ર બહુ જ તેજસ્વી અને શત્રુઓનાં માનમર્દન કરનાર થશે.” આનંદ અને આશ્ચર્યથી રાજા રાણીએ મુનિવાણી સાંભળી. પછી મુનિએ ટૂંકમાં બેધ આપે અને જતા રહ્યા. હવે રાજાને શું કામ હતું ? કૌશામ્બી પાછા જવાને વિચાર કર્યો. પાછા ફર્યા. યથાસમય કૌશામ્બી આવ્યા. પૌત્રને જન્મત્સવ મનાવ્યું. નામ રાખ્યું દલથભણ. હવે એ નિશ્ચિત થઈ રાજકુમારની પાછા આવવાની પ્રતીક્ષા કરતા હતા. હવે તિષીની વાત પર પાક વિશ્વાસ આવી ગયે. ચાર વર્ષ પછી વાળી વાત સાચી પડી તે હવે બાવીસ વર્ષ ઉપર અગિયાર દિવસ વાળી પણ સાચી કેમ નહીં હોય! આશા અને ભરોસે પ્રતીક્ષા માટે અને જીવવા માટે આશા અને વિશ્વાસથી મોટે કેઈસહારે છે પણ નહી'. . . . મજુ શેષા બેભાન થઈ પડી હતી. ચાર પ્રહર પછી તેને ભાન આવ્યું. આંખો ખોલી તે પિતાની ચારે તરફ જોયું. ઊભા થવાને પ્રયત્ન કર્યો પણ ઊભા ન થવાયું. એક વૃદ્ધા ભાગ્યએ મોકલી. તેણે ટેકો આપી ઊઠાડી. જે કિઈ સાંભળનાર-જેનાર હોય તો દુ:ખ વધે છે. વૃદ્ધાને જે મંજુઘષા રડી પડી અને બોલી : ' . . . P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust