________________ વસંતમાધવ-૧. છે . હવે હું તને કયાંય નહીં જવા દઉં. એક વાર પિતાની આંખોથી દૂર કર્યો તે બહુ પસ્તાવે.” તાત ! પણ મારા પાછા આવવાથી નથી પસ્તાયા. કંઈક લઈને જ પાછો આવ્યો છું.' છતાં પણ બેટા ! હું તને કેવી રીતે જવા દઉં? શું હું કાયમ બેસી રહીશ? તું શાસન કાર્યમાં રસ લેકૌશામ્બીનું સિંહાસન તારે જ સંભાળવાનું છે.” “પિતાજી! હું શું કાયમ માટે જઉં છું? બસ દેશાટન કરીને એક મહિના પછી પાછો આવીશ.” “સારુ, તે તારી માતા પાસેથી રજા લઈ લે એ. ખુશ થશે તે હું રજા આપીશ.” વસંતમાધવ મહારાણી પ્રીતિમતી પાસે ગયે. ગમે. તેમ કરીને માતાને મનાવી લીધી. છેવટે માતા-પિતા બંનેની રજા મળી ગઈ. ગુણચન્દ્રને પણ એટલા માટે રજા. આપી, મંત્રી સુબુદ્ધિ અને મંત્રીપની પદ્માવતીએ કે જ્યારે રાજા-રાણીએ પોતાના પુત્રને રજા આપી છે, તો અમારે. પણ આપવી જોઈએ. બીજું, ગુણચન્દ્ર પણ રાજકુમાર વિના. રહી શકતો નથી. યથા સમય બંને મિત્ર ગગનયાનમાં બેઠા. આખા નગરે વિદાય આપી. રાજપરિવારે વસંતમાધવને વિદાય P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust