________________ 170 વસંતમાધવ-૧: હાથ પાંદડાંઓ સુધી જ પહેચ્યા અને યાન સરસરાટ. આગળ વધી ગયું. ત્રણ દિવસથી ભૂખી ગુણમંજરી વધારે સમય લટકી રહી શકી નહીં. તેથી તેના હાથમાંથી યાનની બૂટી છુટી: ગઈ. એ એક વૃક્ષ ઉપર પડી. એટલું સારું હતું કે હાડકાં ભાગવાથી બચી ગઈ. કયાંક ધરતી અથવા પહાડ. પર પડી હતી તે ચૂરેચૂરા થઈ જાત. હવે એકલે વસંત.. માધવ રહી ગયે. હવે તેને યાન ઉતારવાની કળા પણ યાદ આવી ગઈ. માની લે કે આ બંનેથી છૂટા પડવા માટે જ એ અત્યાર સુધી ભૂલી ગયે હતો. ભગવાન આ રીતે. કયારેક ભૂલાવે છે, કયારેક યાદ અપાવે છે. વસંતમાધવે કળ દબાવી અને એક વનમાં યાન ઉતર્યું. ત્રણે છૂટાં પડી ગયાં. કેણ કયાં છે તે ત્રણમાંથી. કેઈને ખબર ન હતી. ગુણચન્દ્ર વૃક્ષ પરથી નીચે ઉતર્યો. અને દેવને ઠપકારવા લાગ્યું કે હવે મારે મિત્ર મને કયાં. મળશે? મળશે કે નહીં? કેણ જાણે એ બે કયાં છે ? દેવ! તું બહુ નિર્દયી છે. ગુણમંજરી પણ ચિંતિત અને દુ:ખી હતી. સ્વામી કયાં ગયા? હું પડી તે મારી કેમ ના ગઈ ? હું રખડવા માટે જ જીવતી રહી? પ્રાણેશ્વર, કયાં હશે? વસંતમાધવ પણ દુઃખી હતો. બેમાંથી ત્રણ થયા. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust