________________ વસંતમાધવ- વાસંતીએ પિતાની માતા સાથે વાત કરી : - “મા ! મેઘાવતી રાણીની અંગત દાસી તે તમારી સખી છે. તમે એટલું જાણી લે કે રાજકુમારને કયાં રાખી છે? એ બિચારી ગર્ભવતી છે. બે જીવ દુઃખ ભેગાવી રહ્યા હશે.” વાસંતીની માતાએ કહ્યું : પ્રયત્ન કરીશ, પણ કેઈ લાભ થશે નહીં. પણ જો ખબર પણ પડી કે મંજુષા કયાં છે, તે પણ આપણે તેને મુકત નહીં કરાવી શકીએ.” “આ તે પછીની વાત છે. પહેલાં ખબર તે કાઢી લે. જાણે પાતાળલેકેમાં છુપાવી છે કે શું ?" - વાસંતીની માતા પ્રયત્નમાં લાગી ગઈ. સાત દિવસ સુધી રાજભવનમાં ફેરા લગાવ્યા. નવી રાણીની દાસી સાથે વાત કરવાનો અવસર જ ન મળે. અાઠમા દિવસે, જ્યારે દાસી ભવનવાટિકામાંથી મોગરાનાં ફૂલ લાવી રહી હતી ત્યારે મુલાકાત થઈ. તેની સાથે વાત થઈ. વાસંતીની માતાએ મતલબની વાત કરી તે દાસીએ ચારે તરફ જોઈ કહ્યું : - “ગર્ભગૃહમાં કેદ છે. ત્રીજા દિવસે ખાવા મળે છે. એ પણ એટલા માટે કે જીવતી રહે. મારી સહાનુભૂતિ રાજકુમારી સાથે છે પણ પિતાના પ્રાણને પણ મેહ છે. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust