________________ 221 વસંતમાધવ–૨ “હાય પુરુષોને દરેક સમયે મશ્કરી જ સૂઝશે ? હવે કેવી રીતે કહું? ભગવાનના નામ પર યાન નીચે ઊતારો.” “પરંતુ યાન ભયંકર જંગલની ઉપર ઊડી રહ્યું છે.” તે શું જંગલમાં કોઈને જન્મ નથી થતો ?' “ઓહ ! તે પહેલાં કેમ ન કીધું ?" કહેતાં વસંતમાધવે કળ દબાવી. યાન એક દ્વીપના વનમાં ઊતર્યું. પ્રસવ-પીડા વધતી ગઈ. મંજુ ઘોષાએ એક તેજસ્વી પુત્રને જન્મ આપે. રાજકન્યા બધાં દુઃખ-દર્દ ભૂલી ગઈ. વસંતમાધવે પણ પુત્રનું મુખ જોયું તે ખીલી ઊઠઆહ ! કે સુંદર છે ! આંખે કેટલી મોટી, જેમ કેરીની ફાડ અથવા નીલમના કટોરા. “અરે ! નજર લગાડશે. મા-બાપની નજર પહેલાં લાગે છે.” મંજૂષાએ હસતાં-હસતાં કહ્યું. બે પ્રહર પસાર થઈ ગયા. મંજુષા બેલી : કંઈ ખાવાને પ્રબંધ કરે. લેટ, ઘી, ગોળ લઈ આવો. અગ્નિ પણ જોઈએ. સૂકાં લાકડાં તે અહીં છે જ.” સારું તે તું અહીં રહે. હું જઉં છું. એક પ્રહાર પહેલાં તે પાછે આવી જઈશ.” P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust