________________ પુણ્યપાલ રિત-૩ 103 ર સુબુદ્ધિ આટલા મેટા વિવાદનો શું જવાબ આપે ?. તેમણે ચૂપ રહેવામાં લાભ મળે અને રાજાને મંત્રી ચિહ્ન આપી ઘરે આવ્યા. રાજાએ ચાર મંત્રીઓની નિમણુંક કરી. લીધી. ચારે નીચલા વર્ગના હતા. એક દરજી હતા. બીજો: ઘાંચી અને બાકીના બે કુંભાર અને માળી હતા. તેમની નિમણુંક કરતાં રાજાએ વિચાર્યું હતું : ' ' - “ચારે નીચી વર્ણન છે. ક્યારેય અક્કડ થશે નહીં. મંત્રી થવાને તેમને અહંકાર પણ નહીં થાય. મારી ખુશામત કરશે. ' આ ચારે ખુશામતિયા હતા. અભણ-ગમાર અને અયોગ્ય પણ હતા. આવા મંત્રીઓથી દેશની પરિસ્થિતિ બગડવાની હતી. બગડી ગઈ. રાજા જિતશત્રુને દેશ દુર્બળ થઈ ગયે. વર્ષો પસાર થયાં. એક દિવસ દેડતા-હાંફતા રાજસૂચકોએ રાજાને સમાચાર આપ્યા : .. “રાજન ! અનર્થ થઈ ગયે. સાગર જેવું વિશાળ. લશ્કર આપણા નગર તરફ ધસતું આવી રહ્યું છે. કેશોમાં ફેલાયેલી ચારે પ્રકારની સેના આ બાજુ આગળ આવી. રહી છે. પહેલાં રાજાને વિશ્વાસ ન આવ્યું. પરંતુ તેમણે. રાજભવનના નવમા માળથી જોયું તે દંગ થઈ ગયા. ચારે તરફ સેના જ સેના હતી. નીચે આવી ફેરી સભામાં P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust