________________ પુણ્યપાલ ચરિત-૩ 131 - નણંદ ઊઠી ગઈ અને બેલી : “અરે! હું ભાઈને વેશમાં ભાઈના જેવી જ લાગું છું. કપડાં ખરાબ થઈ ન જાય. હું તે અહીં જ સૂઈ ગઈ.' જ તેણે ઊઠી પુરુષનો વેશ કાઢી નારીને વેશ પહેરી લીધે. રાજા પલંગ નીચે બેસી જઈ રહ્યો હતો ? અરે આ તે મારી બહેન છે. સાત પેઢીમાં પહેલી વાર બહેન થઈ. મારી બહેન ઉપર મને ખૂબ પ્રેમ છે. જે મેં તેને મારી નાખી હોત તે જીવનભર મને બહુ જ પસ્તાવો થાત. અને મહારાણીને મારી નાખી હેત તે એ કાર્ય પણ મને ખેંચત. જે આ સાર મેં ખરીદ્યો ન હેત તે આજે ભયંકર અનર્થ થઈ જાત. આજે મારી સવા લાખની કિંમત વસૂલ થઈ ગઈ. બીજા સાર પણ આવી રીતે જ કિંમતી હશે. મારે તેની પણ પરીક્ષા લેવી છે. " રાજા બીજા સારની પરીક્ષા કસ્યા ઊંઘ ઓછી કરવા લાગે. એક રીતે તે પલંગ પર સૂઈ ગયે હતે. કઈ સ્ત્રીને રડવાને અવાજ તેના કાને પડશે. રાજાએ વિચાર્યું કે રાત્રે કે દુખિયારી રડી રહી છે? હું રાજા છું, તેથી મારું કર્તવ્ય છે કે તેનું દુઃખ મારે દૂર કરવું જોઈએ. રાજાએ હાથમાં તલવાર લીધી અને જે દિશામાંથી રડવાને અવાજ આવતો હતો, તે દિશામાં આગળ વધ્યા. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust