________________ વસંતમાધવ-૧ 149 - ત્યાર પછી રાજાએ દબાયેલા અવાજે ગુરુદેવને પિતાના પુત્રના કેરડાના માર અને ભૂખ્યા રાખવાની વાત પૂછી તો -ગુરુએ કહ્યું : “રાજન ! આ જ તે છેલ્લે પાઠ હતે. કેરડા ખાવાથી એને શરીરને પીડાને અનુભવ થઈ ગયે. તેથી હવે વિચાર્યા સમજ્યા વિના નાની વાત પર એમ નહીં કહે કે “મારે પચાસ કેરડા. એના દ્વારા હવે અન્યાય -નહીં થાય, કારણ કે મારનું દુઃખ એ જાણી શકે છે. “રાજન ! આ પ્રમાણે રાજાને ભૂખને અનુભવ પણ જરૂરી છે. ત્યારે એ પિતાની પ્રજાની ભૂખ જોઈ શકશે, કારણ કે એ જાણે છે કે ભૂખ કેવી હોય છે. આ છેલા પાડ વિના શિક્ષણ અધૂરું હતું.' ગુણચન્દ્રએ વસંતમાધવને કહ્યું : મિત્ર ! ગુરુવાણ સાંભળી રાજા ગળગળા થઈ ગયા. તે પણ આવી જ વાત કહી હતી કે રાજકુમાર જ બની રહેવાથી હું જાણી ન શક કે મજૂર કેવી રીતે પેટ ભરે છે. હવે કઠિયારા બની પરિશ્રમ અને ભૂખનો અનુભવ થશે. તારા આ કથન પર આધારિત મારી વાર્તા છે.” મિત્ર ગુણચન્દ્ર ! તારી વાર્તા સાંભળીને તે હવે કઠિયારે બનવાનો મારો ઉત્સાહ બમણું થઈ ગયો પણ -એ બતાવ કે કુહાડી અને ડેરી કયાંથી લાવીશું ?" P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust