________________ વસંતમાધવ-૧ ‘ઉદ્યાનમાં સ્ત્રી-પુરુષોની ભીડ જોઈ. કુતુહલવશ બંને ભીડમાં જઈ બેસી ગયા. એક જૈન મુનિ ઉપસ્થિત જનસમૂહને ઉપદેશ આપી રહ્યા હતા. ઉપદેશક મુનિ પાસે બીજા પણ સાધુઓ બેઠા હતા. વસંતમાધવે આ બધું પહેલી વાર જ સાંભળ્યું હતું. જ્યારે ઉપદેશ પૂરે થયે અને બધા જવા લાગ્યા તે ગુણચંદ્રએ કહ્યું-ચાલ જઈએ. વસંતમાધવે ગુણ-ચન્દ્રને હાથ પકડી કહ્યું : બેસ, હમણાં બધાને જવા દે. આ મુનિ દુઃખ-હર્તા છે. મારે તેમને કંઈક પૂછવું છે. જ્યારે એકાંત થઈ ગયું તો વસંતમાધવે મુનિને “ભગવદ્ ! સુખ અને સફળતા માટે એ કઈ ઉપાય બતાવે જે હું કરી શકું.” : વસંતમાધવ પાસે કુહાડી જોઈ મુનિએ કહ્યું : લીલા ઝાડને ન કાપવાનો નિયમ કરો. બસ કલ્યાણ જ કલ્યાણ છે અને નવપદને મેઢે કરી છે. તેને જાપ કરે. સુખ જ સુખ રહેશે.” - તો પછી નિયમ અપાવો પ્રભુ! હું ક્યારેય લીલાં -ઝાડ, નહીં કાપું.' P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust