________________ 158 વસંતમાધવ-૧ મહારાણ પ્રીતિમતીને ખબર પડી કે તેના લાડલા વસંતમાધવને મહારાજાએ ઘરમાંથી કાઢી મૂકે છે તે ધ્રુસકે નસકે રડી અને મહારાજા પર વરસી પડી : “તમે કેવા પિતા છે ? સાચે જ એને ઘરમાંથી કાઢી મૂક્યા ? શું તમારે દસ-વીસ પુત્રે છે? મહારાજા યશોધર પણ વસંતમાધવના જતા રહેવાથી ઓછા દુઃખી ન હતા. એમને શું ખબર કે વસંતમાધવ જતે જ રહેશે. એમણે તે એમ વિચારી તતડાવ્યું હતું કે એ માફી માગશે અને કહેશે કે હવે નિરર્થક ફરવાનું બંધ કરી દઈશ. પણ કહેલી વાત પાછી ફરે કેવી રીતે ? તેથી રોક પણ નહીં. સાંજ સુધી તો એમ જ વિચારતા રહ્યા કે, કયાંય નહીં જાય, પાછે આવશે. એટલે જ્યારે મહારાણી પ્રીતિમતીને ઠપકે સાંભળે તે આશાથી વિપરીત મહારાજા યશેધર ગુસ્સે ન થયા અને નરમ થઈ બેલ્યા : હવે બધા દોષ મને જ આપીશ ? ત્યારે તું પણ :કહેતી હતી કે જેમ ઈચ્છો તેમ કરે.” તે તમે મારું જ માને છે? મેં તે એમ પણ કહ્યું હતું કે રાજકુમાર પાછળ વધારે ન પડે. તે હવે શું કરું? ગુસ્સામાં કહી દીધું. પછી બહુ પસ્તા ગુસ્સામાં કેને ભાન રહે છે? ગભરાઈશ નહીં, P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust