________________ વસંતમાધવ-૧ 157 અને સામગ્રી ખરીદી લાવ્યા. પિતાને માટે અને ગુણચન્દ્ર માટે વસ્ત્રાભૂષણ પણ ખરીદ્યાં. પછી વિશ્વાસથી દેવીના વરદાન–વચનનું સ્મરણ કરી વાયુયાન બનાવવા બેઠે. દસ બાર દિવસમાં કલાપૂર્ણ ગગનગામી યાન તૈયાર થઈ ગયું. ઉપર ઉડાડવા, વાળવા અને નીચે ઊતારવાની કળ જુદીજુદી હતી. હલકું એટલું કે કઈ પણ માથા પર મૂકી લઈ જઈ શકે. વસંતમાધવે એવું યાન બનાવ્યું હતું કે જુદા-જુદા . ભાગ કરી પેટીમાં રાખી લે અને જ્યારે ઈચ્છા થાય ત્યારે ભાગ જેડી તૈયાર કરી લે. બંને મિત્રો બેડા અને કસોટી કર્યા પછી વસંતમાધવે ગુણચન્દ્રને કહ્યું : મિત્ર ! હવે તે કૌશામ્બી જવું જોઈએ. કારણ કે પિતાની વાત પૂરી થઈ ગઈ. તેમણે કહ્યું હતું કે કઈ ? અભિનવ કળા શીખીને જ કૌશામ્બીમાં આવજે. તે હવે તે દેખાડું એમને કે મેં શું બનાવ્યું છે અને શું જાણું છું.'' “હા, ચાલો કેશાખી. આપણી માતાઓ તે બહુ યાદ કરતી હશે.” નિશ્ચય થઈ ગયે અને એ યાનમાં બેસી બંનેએ. આકાશમાર્ગથી કૌશામ્બી જવા માટે પ્રસ્થાન કર્યું. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust