________________ 145 વસંતમાધવ-૧ બહસ્પતિની કલ્પનાને સાકાર કરે છે. તું એ યથાનામ. તથા ગુણ મહામંત્રી સુબુદ્ધિને પુત્ર છે. તારી સામે મારી ચતુરાઈ શું ચાલશે? હવે તે બંને સાથે જઈશું, પરંતુ. એક વાત તે કહે.” શું ?" ' “આ ઘેડા લઈ જઈએ ?' જ્યારે ભાગ્ય પરીક્ષા કરવી છે તે પગે જ ચાલીએ, ઘેડા અહીં છેડી દઈએ. ઘોડાઓ તે ભણાવ્યા-ગણાવ્યા. છે. અશ્વશાળાને રસ્તે જાણે છે. પિતાની જાતે જતા રહેશે.” અને એમને જોઈ આપણી માતાઓ પણ જાણી જશે કે બંને ગયા.” બંનેએ આ જ કર્યું. ઘડાએ છેડી દીધા અને વનમાર્ગે બંને આગળ વધ્યા. જવાનું સ્થાન નિશ્ચિત કર્યા વિના ક્યાંય પણ પહોંચીએ એમ વિચારી જ્યાં રસ્તો મળે. ત્યાં ચાલવા લાગતા. જ્યારે મોટો વનમાર્ગ પસાર થયો. તે વન જે વન હતું એવી કેડી પર થઈ ચાલવા લાગ્યા. હવે તે બહુ દૂર આવી ગયા. ગુણચન્દ્ર! આ સામે જે નગર છે, ત્યાં આપણે રહીશું. હવે ચાલી પણ શકાતું નથી. વનમાં ભટકતાં ભટકતાં કેટલા દિવસો પસાર થઈ ગયા ?" . . . , ; : G . P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust