________________ પુણ્યપાલ ચરિત-૩ * 133 રાજ કુળદેવીને પ્રણામ કરી મહેલમાં આવ્યું. રાજાએ -અનુભવ કર્યો કે વધારે ઊંઘવાથી હું આ રહસ્ય જાણું શકત નહીં. તેથી બીજે સાર પણ બહુમૂલ્ય છે. - ત્રીજો સાર એ છે કે વેરીને પ્રેમથી વશ કરે. મને બીજા સારથી વેરી જડી ગયો છે. હવે હું પ્રેમથી વેરીને વશ કરીશ અને આ સારને પણ અજમાવીશ. . - પૂર્વ દિશામાંથી સાપ આવવાનું હતું. તેથી એ રસ્તા પર ફૂલો અને ફળ પાથર્યા. દરેક જગ્યાએ ઘીને દો અને અગરબત્તી સળગાવી અને સુગંધિત દૂધ મૂકયું. જ્યાં રાજા બેઠે હવે ત્યાં ચારે બાજુ સુગંધિત વાતાવરણ હતું અને દૂધના કટોરા ભરી રાખ્યા હતા. - સાપે સુગંધિત વાતાવરણ જોયું અને તેને ગુસ્સો શાંત પડી ગયો. તેના મનમાં એ ભાવના હતી કે એક વાર મને રાજાએ માર્યો હતો અને હું બેભાન થઈ ગયું હતું. ત્યારે મેં પ્રતિજ્ઞા કરી હતી કે હું રાજાને મારીશ. પણ રાજા આજે મારું સ્વાગત કરવા આતુર છે. તેથી નાગરાજા રાજા ઉપર પ્રસન્ન થઈ ગયે. તે સામાન્ય નાગ ન હતા, નાગદેવ હતા. તેણે રાજાને માનવ ભાષામાં કહ્યું : હું તમારા ઉપર પ્રસન્ન છું. તમે શું માગો છે ?" ( રાજાએ કહ્યું : P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak. Trust