________________ પુણ્યપાલ ચરિત-૩ 113. લઈશ. આ બધી પુરુષત્વ હીન લોકેની વાત છે. એમ વિચારે કે જે હું પિતાની જાતને બાંધી શકું છું, તો. ખોલી પણ શકું છું. સત્સંકલ્પ, સત્કર્મ અને ચારિત્રવૃત્તિ દ્વારા બધાં કર્મપાશનો નાશ કરી આપણે મુક્ત કેમ નથી થઈ શકતા? જો આમ ન હોય તે ધર્મ શબ્દ જ આ ધરતી પરથી જ રહે. પછી તે આ જગતમાં દયા, પ્રેમ, સાધુત્વને દુકાળ પડી જાય.” - મુનિ ધર્મઘોષને બોધ બહુ લાંબો હતે. કયાં સુધી, લંબાવે ? તેમનો એક એક શબ્દ અમૃત જેવો હતે. ધર્મપ્રેમી શ્રેતાઓમાં રોમાંચ થઈ ગયો. જ્યારે મુનિને બેધ. પૂરો થયે તે ચારે દેશના રાજા પુણ્યપાલ-મુનિ સામે, હાથ જોડી ઊભા રહ્યા અને બોલ્યા : મહામુનિ ! સારા-ખરાબ બંને પ્રકારનાં કર્મબંધનમાં બંધાઈ જન્મ લેવો પડે છે. કર્મબંધનના શુભાશુભ પ્રભાવથી આપણને સુખ-દુ:ખ મળે છે. આ દૃષ્ટિથી હું મારો પૂર્વજન્મ સાંભળવા આકાંક્ષી છું. મેં પૂર્વભવમાં એવાં કયાં કર્મો કર્યા હતાં, જેનાથી મને દેશવટો મળ્યો અને મને સમુદ્રમાં ધકેલી દેવામાં આવ્યું, છતાં પણ બચી ગયે અને ચાર દેશોને રાજા તથા પાંચ પત્નીઓને પતિ બને ?" | મુનિ થેડીક ક્ષણ સુધી મૌન રહ્યા. પછી ધીરગંભીર વાણીમાં બોલ્યા : ' ' P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust