________________ પુણ્યપાલ ચરિત-૩ 123 સાગરચદ્ર બહુ ગુસ્સે થશે. પણ તેનું કશું ચાલ્યું નહીં. સાક્ષી-પંચ સામે દેવદરો પહેલાં તે લખચેલા કરાર પ્રમાણે સાગરચન્દ્રની રકમ વચન પ્રમાણે લાભ સહિત પાછી આપી. પછી વધારાના નફામાંથી પિતાના પિતાનું ઋણ ચૂકવી દીધું અને સાગરચન્દ્ર પાસેથી ત્રણપત્ર પાછું લઈ લીધું. પછી પિતાની માસી મણિમાલા અને પાંચે પત્નીએ સહિત પિતાના પિતાની સૂની પડેલી હવેલીમાં પહોંચે.. શેઠ ગંગદત્તની હવેલીમાં ચામાચીડિયાએ પોતાને અડ્ડો. જમાવી લીધું હતું. બધું બરાબર થઈ ગયું. ગંગદત્તનું ભવન હવે રાજભવન જેવું લાગવા માંડયું.. દેવદત્ત ઠાઠથી રહેવા લાગ્યું. તેની પાંચે પત્નીઓ તેની સેવામાં હાજર રહેતી. પાંચે માસી–સાસુ મણિમાલાની સેવા પણ કરતી. ઘરમાં દાસ-દાસીઓ પણ આવી ગયાં. પાંચ સસરાઓ તરફથી મળેલા અપાર ધનથી દેવદત્તે પોતાને વેપાર વધાર્યો. માતા-પિતાની શોધ કરી. તે પણ મળી ગયાં. તેમને પણ મળવું જ હતું. સમય આવે ત્યારે વિખૂટાં પડેલાં બધાં મળે છે. દેવદત્ત જેવા પુત્ર અને. સુંદર-સુશીલ પુત્રવધૂઓને પ્રાપ્ત કરી જે પ્રસન્નતા ગંગદત્ત. અને લાછલદેને થઈ તેનું વર્ણન કોણ કરે? હવે તે લાલદેની સાથે તેની સગી બહેન મણિમાલા પણ રહેતી હતી. સમય બદલાય છે તેની સાથે વિચાર પણ બદલાય છે.. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust