________________ પુણ્યપાલ ચરિત-૩ - 126 - a “રાજન ! મુનિનિંદા તથા દાન આપી પસ્તાવાને કારણે તમને દુઃખ મળ્યું. જ્યારે વિરાટનગરથી તમને દેશવટો મળે, ત્યારે તમે કેટલી તરસનું દુઃખ ભેગવ્યું * હતું. તમે સમુદ્રમાં પડયા હતા. પત્નીઓથી વિખૂટા પડયા. પરંતુ પાત્રદાન કરી તમે અમાપ પુરોનો સંચય પણ કર્યો હતો, તેથી આજે ચાર રાજ્યના વૈભવશાળી રાજા છે. આ છે તમારા પૂર્વભવનું રહસ્ય.” પુણ્યપાલ મુનિના પગમાં પડશે. તેની આંખે ઊઘડી - ગઈ. હવે વાર શા માટે ? મુનિ પાસે ચારિત્ર ગ્રહણ કરવાની રજા માગી. પુણ્યપાલ રાજામાં પોતાનાં બંધાયેલાં - બંધને કાપવાને ઉત્સાહ જાગી ગ. તેની પાંચ પત્ની એએ પણ તેનું અનુકરણ કર્યું. તેણે પુત્રોને રાજ્ય વહેંચી - આપ્યું અને હવે ધર્મને શરણે આવી ગયો. રાજર્ષિ પુણ્યપાલ અને પાચે સાધ્વીઓ-સાવી કનક- મંજરી, સૌભાગ્યમંજરી, તિલકમંજરી, કુસુમશ્રી અને ગુણમાલા છએ મુમુક્ષુઓએ ગુરુ સાથે વિરાટનગરથી બીજી જગ્યાએ વિહાર કર્યો. પુણ્યપાલે કઠોર તપ કર્યું. તેને કેવલજ્ઞાન કેવલદર્શનની પ્રાપ્તિ થઈ. આ નેશ્વર શરીરને પૂરું કરી કેવલી પુણ્યપાલે જન્મ-મરણના બંધ તોડી નાખ્યા અને મેક્ષ પદ પ્રાપ્ત કર્યું. સાધ્વીઓ સ્વર્ગમાં દેવ બની. આગળના ભવમાં એ પણ શિવપુરવાસિની બનશે. - મેક્ષ પ્રાપ્ત કરવા માટે તે અનેક વાર મનુષ્યદેહ ધારણ ન કરવા પડે છે. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust