________________ 120 પુણ્યપાલ ચરિત-૩ - પાછો આવીશ એ શબ્દ સાગરચન્દ્રને ખટક, પરંતુ તેમણે પોતાનું મન મનાવ્યું “પા છે કેવી રીતે આવશે ? નાનો તે છે. સાગરમાં ડૂબી જશે. ડગલે–પગલે તોફાન આવે છે. છતાં પાછા આવશે તે કમાઈને લાવશે. અને તે બંને તરફથી લાભ છે. " " દેવદત્તના વહાણમાં માલ ભરાઈને જતો હતો. એકાંત જોઈ મણિમાલા તેની પાસે આવી ગઈ અને દેવદત્તને તેના જન્મનું રહસ્ય સમજવી બોલી : . હું તારી માસી છું. તારું હિત જોઈ અત્યાર સુધી છુપાવ્યું. હવે જણાવવામાં તારું હિત જોયું તો જણાવ્યું. વહાણમાં જેટલી કિંમતને માલ હોય તે લખાવી લેજે. કેટલો નફે પાછા આપવાનો છે, એ પણ પાકું કરી લેજે. બાકીના નફામાંથી તારા પિતાનું ઋણ ચૂકવી દેજે. પુત્ર! સાગરચન્દ્ર પાસે પાંચ પંચની સાક્ષી વાળું પ્રતિજ્ઞાપરા છે. ફરી શકશે નહીં. ) - - : " દેવદત્ત માસી મણિમાલાને પગે લાગે છે. અને . “માસી ! એ પુત્ર જ કે, જે સમર્થ હોવા છતાં માતા-પિતા દુઃખ સહન કરે ! કૃષ્ણએ નાની ઉંમરમાં જ કંસને મારી પિતાનાં માતા-પિતાને કેદખાનામાંથી છેડાવ્યા હતાં.” P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust