________________ 102 પુણ્યપાલ ચરિત-૩૩ હતો? સાચી વાત તે કહી હતી. સાચું કહેવાની રાજાએ સજા આપી. આવા અભિમાની રાજાની સેવા હવે હું કરીશ નહીં.” આ પુત્ર વિગથી દુ:ખી મંત્રી સુબુદ્ધિએ રાજાએ આપેલું મંત્રી પદ છોડી દીધું. અસ્વસ્થ અને વૃદ્ધ થયાનું બહાનું બતાવી દીધું. પરંતુ જિતશત્રુ રાજા બધું સમજતા હતા. તેમણે અહંકારથી મંત્રીને કહ્યું : “મંત્રી ! હું જાણું છું કે તમે શા માટે સેવા નિવૃત્ત થઈ રહ્યા છે. તમે છેવટે તે રાજવિરોધી પુત્રના પિતા છે. હું પણ તમને ઈચ્છતો નથી. તમે ઘરે બેસે. તમે એમ વિચારતા હશે કે મારા વિના કામ નહીં ચાલે. પણ. એક વાત કહું છું તે સાંભળે. - એક રથ નીચે કૂતરું ચાલતું હતું. એ કુતરાએ: વિચાર્યું : આ રથ મારી શક્તિથી ચાલે છે. ચાલતાંચાલતાં કૂતરુ આગળ વધી ગયું અને ઘેડાના પગમાં. ફસાઈ ગયું. જ્યારે તેના ઉપર ઘાંડાના પ. પડયા ત્યારે કય-કાંય કરવા લાગ્યું. દયા ખાઈ સારથિએ રથ રેક અને કૂતરાને કાઢ્યું. રથ ફરી ચાલવા લાગ્યો. કૂતરાને ભ્રમ દૂર થશે. તમારા વિના મારું કામ ચાલશે. હવે તમારા કામ માટે ચાર મંત્રી રાખીશ. તમે જોતા જ રહેજે.' P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust