________________ પુણ્યપાલ ચરિત-૨ ભાગ્યએ સાથ આપે તે આટલું કરી શકે. તમારા ચારે માટે સરખું ધન ભરી ચાર કળશ મેં આ જગ્યાએ દાટયા છે. એક જગ્યા તરફ ઈશારે કર્યા પછી ધનદત્ત શેઠે આગળ કહેવાનું શરૂ કર્યું. વચમાં ઉધરસ આવી ગઈ. ઉધરસ બંધ થયા પછી બેલ્યા : “ચારે કળશ પર જુદા જુદા દરેકનાં નામ લખ્યાં છે. જે કળશ પર જેનું નામ હોય એ કળશ લઈ લે.” એ કહેતાં કહેતાં ધનદત્તને ફરી ઉધરસ આવી. ગળફામાં લેહી આવ્યું. તેમનું પ્રાણપંખેરું ઊડી ગયું. કકળ મચી ગઈ. પરંતુ રડવાનું કયાં સુધી ચાલે? રૂદન પછી હાસ્ય આવે જ છે. બધા દુનિયાદારીમાં લાગી ગયા. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust