________________ પુણ્યપાલ ચરિત-૨ આંખોમાંથી ગંગા જમનાને પ્રવાહ બંધ ન થો. પાપી પુષ્પદત્ત આશ્વાસન આપવા આવ્યો. કઈ ભોગ્યને શું કરે? તમે બચી ગઈ એ માટે હું ભગનેને કેટલા ધન્યવાદ આપું? મરનારની સાથે કે મરે છે ! તમે બને નિશ્ચિત રહેજે. હું કામ તમારે નેકરે રહીશ” તાજા ઘાને વધારે છે છેડવાનું પુષ્પદાને યોગ્ય લાગ્યું નહીં. આટલું કહી એ પિતાના વહાણમાં જો રહ્યો. સૌભાગ્યમંજરીએ તિલકમંજરીને કહ્યું : તમે સાંભળ્યું! શું પાપી એમ કહેતો હતો કે હું સદાય તમારે સેવક રહીશ? એણે જ આપણે પ્રાણાધારને ધક્કો માર્યો છે. તિલકમંજરી બોલી : એમાં કોણ શંકા કરશે? પણ હવે આપણે આપણાં ચારિત્રની ચિંતા કરવી જોઈએ. જેમ એ અભિનય કરી રહ્યો છે, એમ આપણે પણ અભિનય કરી રત્નપુરી સુધી એની જાળમાંથી બચવાનું છે. ત્યાંના રાજાની મદદથી એનાથી છૂટકારો મેળવી લઈશું.” . એવું જ થયું. જ્યારે બીજીવાર પુષ્પદ સૌભાગ્યમંજરી અને તિલકમ જારી પાસે આવ્યું, તો તિલકમંજરીએ પુષ્પદાને કહ્યું : P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust