________________ પુણ્યપાલ ચરિત-૨ રહી ગયે. ધર્મારાધનથી ખસેડી બળપૂર્વક બંને -રાજકન્યાઓને લાવવામાં એ લાચાર હતે. પુષ્પદત્તને ન્યાયપ્રિય અને ધર્માનુરાગી રાજા શ્રીવિજયની બહુ બીક હતી. નગરના ઘણા લોકો આ બંને મૌન તપસ્વિનીઓને જોવા ગયા. રાજા પિતે પણ જોઈ આવ્યા. તેમને ચિંતા થઈ “આ બંને રમણીએ મીન-તપ કરી રહી છે, એનું શું કારણ છે? જે હું તેમનું દુઃખ દૂર નહીં કરી શકું તે મને રાજા થવાને શો અધિકાર છે? પરંતુ બધાં જ કામ સમય પ્રમાણે થાય છે. સૌભાગ્યમંજરી અને તિલકમંજરીને બોલવાનો સમય આવ્યું ન હતું. તેથી ઈચ્છા હોવા છતાં રાજા કશું કરી શકે તેમ નથી. પુણ્યપાલે પાણીમાં બહુ હાથ–પગ પછાડયા, પણ સહારે મળે નહીં. એ ડૂબનારને તણખલાને સહારે પણ ના મળ્યો. શ્વાસ ફૂલવા લાગ્યો. હાથ થાકી ગયા. પુણ્યપાલ અથાગ પાણીમાં ડૂખ્યો અને ઉપર આવ્યા. પાણી ઠંડી આગ હોય છે. ક્યાંય કિનારો દેખાતું ન હતું. હવે આ અથાગ પાણીમાં જવ આપવાનું છે, એમ વિચારી પુણ્યપાલે હાથ-પગ પછાડવાનું બંધ કર્યું અને બધું ભગવાન પર છેડી નવકાર મંત્ર જપવા લાગે. P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust