________________ પુણ્યપાલ ચરિત-૨ * “ષ્ઠિકુમાર! વેલ-વનિતા કયારેય સહારા વિના રહી શકતી નથી. હવે તમે જ અમારા બંનેને સહારે છે. પરંતુ છ મહિના સુધી અમે બંને પ્રતિક્રમણ કરીશું. તેથી -રત્નપુરી પહોંચીએ ત્યાં સુધી અમે બંને તમારે સ્પર્શ કરી શકીશું નહીં. ત્યાં જઈ અમે તમારી જ હોઈશું.” પુણપાલની પ્રિયાઓએ પુષ્પદત્તના મનની વાત કહી દીધી. એ આશ્વસ્ત થઈ ગયું અને મનમાં ને મનમાં ખુશ થવા લગે. “પુરપાલને જળપ્રાણીઓ ખાઈ ગયાં હશે. હવે આ મારી જ થઈ ગઈ. ચૌદ વહાણ તેનાં અને સાત મારાં એકવીસ થઈ ગયાં ધન-રત્ન ઉપરાંત એમાં હાથી અને ઘોડા પણ છે. હું નાને-મોટે રાજા થઈ ગયા. સૌભાગ્યમંજરી અને તિલકમંજરી બંને રાજકન્યાઓ છે. મારાથી વધારે ભાગ્યશાળી કોણ હશે? ગ્ય સમયે એકવીસ વહાણે સાથે પુષ્પદન્ત રત્નપુરી પહોંચી ગયો. શેઠ શ્રીદત્ત પુત્રનું સ્વાગત કરવા આવ્યા. નેગરના બીજા શેઠો પણ સાથે આવ્યા. બધાએ શ્રીદત્તને કહ્યું . હજાર નહીં, એક હેય પણ પુત્ર હોય તે પુષ્પદત્ત જે. શ્રેષ્ઠિન! તમારે પુષ્પદત્ત તે અખૂટ પુણેને સાગર છે. આટલું ધન લઈ આપણા નગરમાં કઈ પાછું આવ્યું છે? P.P. Ac. Gunratnasuri M.S. Jun Gun Aaradhak Trust